13:34 |
|
નવી નાયબ મામલતદાર ની ભરતી માટે ની કેટલીક માહિતી
પરીક્ષાની રૂપરેખા તથા અભ્યાસક્રમ : આ પરીક્ષા ક્રમાનુસાર બે તબક્કામાં યોજવામાં આવશે :
(1) Screening Test (પ્રાથમિક કસોટી) નું હેતુલક્ષી પ્રકારનું સામાન્ય જ્ઞાનનું પ્રશ્નપત્ર ૧૦૦ગુણ અને ૧ કલાકના સમય માટે રહેશે. સામાન્ય જ્ઞાનના પ્રશ્નપત્ર અભ્યાસક્રમ આ પ્રમાણે રહેશે: (૧) સામન્ય વિજ્ઞાન (૨) ભારતનું બંધારણ (૩) તાજેતરના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો (૪) ગુજરાતની ભૌગોલિક બાબતો તથા કુદરતી સંપતિ (૫)ગુજરાતની ખેતી અને ઉધોગ (૬) ગુજરાતનો સાંસ્કૃતિક વારસો - સાહિત્ય, કલા, ધર્મ (૭) સામાન્ય બૌધ્ધિક કસોટી (૮) ખેલ જગત (૯) ગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થા(૧૦) પંચાયતી રાજ (૧૧) મહાગુજરાત આંદોલન-ગુજરાત રાજ્યની સ્થાપના અને ત્યારબાદની મહત્વની ઘટનાઓ તથા (૧૨) વિવિધ ક્ષેત્રે દેશમાં મહિલાઓનો ફાળો (૧૩)મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો.
(૨) લેખિત મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં કુલ-3 પેપર રહેશે: (૧)પેપર-૧, ગુજરાતી (સ્નાતક કક્ષા), ૧૦૦ ગુણ (૨) પેપર-૨ અંગ્રેજી (ઇન્ટરમીડીયેટ કક્ષા), ૧૦૦ ગુણ (૩)પેપર-૩, સામાન્ય અભ્યાસ (સ્નાતક કક્ષા), ૧૦૦ ગુણ હશે. પેપર-૧ તથા પેપર-૩ના પ્રશ્નપત્રોનું સ્તર સ્નાતક કક્ષાનું તથા પેપર-૨ ના પ્રશ્નપત્રનું સ્તર ઇન્ટરમીડીયેટ કક્ષાનું રહેશે.પ્રત્યેક પેપર દીઠ સમય 3 કલાકનો રહેશે. Screening Test (પ્રાથમિક કસોટી) માં આયોગ દ્વારા નક્કી કરવામાં આવે તે કેટેગરીવાઈઝ લાયકી ધોરણ જેટલા ગુણ ધરવતા તથા જાહેરાતની જોગવાઈ મુજબ શૈક્ષણિક લાયકાત, વાય વગેરે સંતોષતા હશે તેવા, જાહેરાતમાં દર્શાવેલ જગ્યાના કેટેગરીવાઈઝ આશરે ત્રણ ગણ ઉમેદવારોને જ લેખિત મુખ્ય પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે.
(૩) Screening Test (પ્રાથમિક કસોટી) માં ઉમેદવારને O.M.R, Sheetમાં જવાબ આપવા માટે A,B,C,D અને E એમ પાંચ વિકલ્પ આપવામાં આવશે. પાંચમો વિકલ્પ આપવામાં આવશે. પાંચમો વિકલ્પ E 'Not attended' તરીકેનો રહેશે. ૩. (૧) ઉમેદવાર જે પ્રશ્નના જવાબ માટે જો પાંચમો વિકલ્પ E 'Not attended' એનકોડ કરેલ હશે તો તે પ્રશ્નના "શૂન્ય" ગુણ ગણાશે અને તે પ્રશ્ન માટે કોઈ નેગેટીવ ગુણ કાપવામાં આવશે નહીં. ૩(૨) તમામ વિકલ્પો (A,B,C,D, અને E) ખાલી રાખ્યા હોય અથવા પ્રશ્નનો ખોટો જવાબ આપ્યો હોય તો તે પ્રશ્ન માટે નિશ્ચિત ગુણ એક હોય તો ૦.૩ ગુણ કુલ મેળવેલ ગુણમાંથી બાદ કરવામાં આવશે.
(૪) Screening Test (પ્રાથમિક કસોટી) માં મેળવેલ ગુણ આખરી પસંદગી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. આખરી પરિણામ માત્ર મુખ્ય લેખિત પરીક્ષાના આધારે નિયત કરવામાં આવશે. ઉમેદવાર નાયબ સેક્શન અધિકારી કે નાયબ મામલતદાર કે આ બંને જગ્યા માટે ઉમેદવારી કરવા ઈચ્છતા હોય તો પણ તેમણે એક જ અરજી કરવાની રહેશે અને એક જ વખત પરીક્ષા ફી ચુકવવાની રહેશે.
(૫) પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. સિવાય કે, મુખ્ય લેખિત પરીક્ષાના પેપર નં.૨ (અંગ્રેજી)નું માધ્યમ બધાં ઉમેદવારો માટે અંગ્રેજી રહેશે.
તૈયારી કરવા માટે ની વિગતો:
શ્રેષ્ઠ વિકલ્પ Kachhua નો online કોર્ષ. જેમાં હશે
(૧) સ્ક્રીનીંગ ટેસ્ટ માટે ફક્ત રૂ.1000
(૨) ફાઈનલ એક્ઝામ માટે ફક્ત રૂ.1500
Test (Check your self)
Videos (Expert View)
Reading material (Interactive Reading)
Videos (Expert View)
અભ્યાસના ઘણા ટોપિક્સ એવા હોય છે કે જે ફક્ત વાંચવાથી સમાજમાં આવતા નથી. આવા વિષય કે મુદ્દા જયારે કોઈ અનુભવી વ્યક્તિ સરળ ભાષામાં સમજાવે ત્યારે ખુબ જ સરળતાથી સમજ માં આવી જાય છે.
આવા વિષય / ટોપિક માટે કછુઆ માં વિડીઓ લેકચર (ઓનલાઈન ) ની વ્યવસ્થા કરવામાં આવી છે.
Experts એ તૈયાર કરેલ વિડિઓ લેકચર જેને તમે ગમે ત્યારે જોઈ શકો છો. જેનાથી તમેં ટોપીક ને વધુ ઊંડાણપૂર્વક સમજી શકો.
આવા વિડીયો તમે એક થી વધુ વાર જોઈ તમારા મુઝવતા ટોપિક ને સરળ બનાવી શકો.
વિડીયો ને મોબાઈલ માં ડાઉનલોડ કરી તમારા અનુકૂળ સમયે અને અનુકૂળ સ્થળે અભ્યાસ કરી શકો છો.
0 comments:
Post a Comment